aa-a-aa-a-aa
aa-a-a-aa-
સમાચાર WhatsApp પર મેળવવા માટે જોડાવ Join Now

पुलिस की वर्दी का रंग भूरा क्यों होता है?



ભારતના પોલીસનો યુનિફોર્મ દેશના ગૌરવનો પ્રતીક છે. કોઈ પણ જગ્યા એ ખાખી રંગ જોતા જ આપણને પોલીસ જ યાદ આવી જાય પણ 1847 પેલા એવું નહોતું.



1847 પેલા પોલીસના યુનિફોર્મ નો રંગ ખાખી નહોતો પણ સફેદ હતો કે જે સફેદ રંગ શાંતિનો પ્રતીક માનવામાં આવતો હતો અને શાંતિનો સંદેશો આપતો હતો.

પણ હવે બધા ને એવું થાય કે આ સફેદ રંગને બદલીને ખાખી શા માટે કરવામાં આવ્યો?

તો આનાં પાછળ એક રસપ્રદ સ્ટોરી છે. ભારતમાં પહેલા પોલીસના યુનિફોર્મ નો રંગ સફેદ હતો. ભારતના જુદા જુદા પ્રાંતમાં પણ પોલીસનો યુનિફોર્મ સફેદ રંગનો જ પ્રચલિત હતો, જે એક પોલીસની ઓળખ પણ હતી.

પણ આ યુનિફોર્મ સફેદ રંગ નો હોવાથી જલ્દીથી ગંદો થઈ જતો હતો, જેના કારણે આ યુનિફોર્મ ને સાફ રાખવો ખૂબ મુશ્કેલ હતો અને આવી પરિસ્થતિ માં પોલીસને યુનિફોર્મ વારંવાર ધોવો પડતો હતો. અને આ જ કારણે પોલીસ ને પોતાના યુનિફોર્મ નો રંગ બદલવાનો નક્કી કર્યો.

હવે પછી પોલીસના કહેવાથી કઈ યુનિફોર્મ નો રંગ બદલાઈ ના જાય!  તો આ કલર બદલાયો કઈ રીતે?


1757 માં જ્યારે ભારતમાં પ્લાસેનું યુદ્ધ લડવામાં આવ્યું ત્યારે બંગાળમાં નવાબ સિરાજ ઉલ દૌલહ અંગેજોની સામે હારી ગયા , જે બાદ ભારતમાં ઇસ્ટ ઇન્ડિયા કંપનીનું શાસન આવ્યું. ભારતમાં ઇસ્ટ ઇન્ડિયા કંપની એ 1757 થી શાસન કરવાની શરૂઆત કરી, અને ચાલતા ચાલતા આવી ગયું 1846. 1846માં ઉતર પશ્ચિમ ના ગર્વનર હતા હેન્રી લોરેન્સ. અને તેમની સામે પોલીસના સફેદ યુનિફોર્મ નો મુદ્દો ઉઠવામાં આવ્યો. અને બસ ત્યાર બાદ જ આ પોલીસ ના યુનિફોર્મ નો રંગ બદલવાનો નિર્ણય લેવામાં આવ્યો.

એક ટોચના પોલીસ અધિકારી હેરી લુંમ્સડેન ને આ ખાખી રંગ ખૂબ પસંદ આવ્યો અને આ રંગ ઓછો ગંદો થતો હતો અને તેમાં ડાગ પણ ઓછા લાગતા હતા.

એવું કહેવામાં આવે છે કે આ રંગ પોલીસ ને ખૂબ જ આકર્ષિત લાગતો હતો. આ એક માત્ર કારણ હતું કે જેના કારણે ભારતીય પોલિસના યુનિફોર્મ નો રંગ બદલી ને ખાખી કરવામાં આવ્યો હતો.

1847માં સર હેરી લુંમ્સડેન એ સૌથી પહેલા આ ખાખી રંગનો યુનિફોર્મ પહેર્યો હતો. જે બાદ આર્મી રેજીમેન્ટ અને પોલીસ વિભાગે સંપૂર્ણ પણે ખાખી રંગનો યુનિફોર્મ તરીકે સત્તાવાર રીતે સ્વીકાર કર્યો.

ત્યારથી જ ખાખી વર્દી ભારતીય પોલીસની ઓળખ બની ગઈ.

શરૂઆતમાં ખાખી રંગ ચાની પત્તી નો ઉપયોગ કરીને કરવામાં આવ્યો હતો. હવે તો શિંથેટિક કલર પણ વપરાવા લાગ્યા છે.

હાલમાં કલકત્તા ને બાદ કરતા આખા ભારતના બધા જ રાજ્યો ની પોલીસ ખાખી વર્દી નો જ ઉપયોગ કરે છે.

જો તમને આજના આ આર્ટિકલ માં બરાબર જાણકારી મળી હોય તો આ આર્ટિકલ જરૂર બીજા લોકો સુધી પહોંચાડજો.

જય હિન્દ

(ये आर्टिकल में सामान्य जानकारी आपको दी गई है अगर आपको किसी भी उपाय को apply करना है तो कृपया Expert की सलाह अवश्य लें)

Post a Comment

Previous Post Next Post