aa-a-aa-a-aa
aa-a-a-aa-
સમાચાર WhatsApp પર મેળવવા માટે જોડાવ Join Now

ગિફ્ટ સિટીમાં બધાને દારૂની છૂટ ! શું છે નિયમ ?



 ગુજરાતમાં એક જ વાત વાઇરલ થઈ રહી છે કે સરકારે ગાંધીનગરના ગિફ્ટ સિટી (Gift City) માં દારૂ પીવાની છૂટ આપી દીધી.

જોકે વાત તો સાચી છે પણ એવું નથી કે કોઈપણ વ્યક્તિ ત્યાં જઈને દારૂ પી શકશે. એના માટે ગિફ્ટ સિટી (Gift City)માં નિયમોના આધીન વાઇન અને ડાઈન સુવિધા ઉભી કરવામાં આવશે.

ગિફ્ટ સિટીમાં બધાને દારૂની છૂટ ! શું છે નિયમ ?



હવે આ નિયમો કયા છે? કોણ ત્યાં જઈને લીકરનું સેવન કરી શકશે અને આખો પ્લાન શું છે? એ થોડું ડિટેલમાં સમજીએ.

આપણું ગુજરાત ઘણી બધી વસ્તુઓને લઈને ખૂબ પ્રખ્યાત છે. જેમાંની એક વસ્તુ દારૂબંધી પણ છે. આપણા ગુજરાતની દ્રાય સ્ટેટ કહેવામાં આવે છે, પણ હવે ગાંધીનગરની ગિફ્ટ સિટી (Gift City) એટલે કે ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક સીટી (G.I.F.T) માં કેટલાક નિયમોના આધીન દારૂની લિકરની છૂટ આપવામાં આવી છે. હવે રાજ્ય સરકાર આના માટે ગિફ્ટ સિટી (Gift City)માં એફ એલ થ્રી (FL3) લિકર પરમીટ આપશે, જેની જોડે આ પરમીટ હશે એ જ હોટેલ્સ, રેસ્ટોરન્ટ કે ક્લબ પોતાને વાઇન અને ડાઈન ફેસિલિટી આપી શકશે.

 આ  એમાં પણ કેટલાક નિયમો છે કે કોણ નીકર વેચી શકશે કોણ લીકર પી શકશે અને સરકારે આને લઈને એક પ્રેસ નોટ પણ જાહેર કરી હતી.

હવે આ પ્રેસનોટ માં શું લખ્યું છે એ એ તમે અહીં વાંચો, તો આ છૂટછાટ મુજબ સમગ્ર ગિફ્ટ સિટી (Gift City)માં કામ કરતાં બધા કર્મચારીઓ, માલિકોને લીકર એક્સપ્રેસ આપવામાં આવશે જેના દ્વારા તેઓ આવી વાઇન અને ડાઈન આપતી ગિફ્ટ સિટી (Gift City)ની હોટલ્સ, રેસ્ટોરન્ટ, ક્લબમાં લીકરનું સેવન કરી શકશે. આ સિવાય દરેક કંપની જેને ઓથોરાઈઝ કરે તેવા મુલાકાતિઓને પણ ટેમ્પરરી પરમિટથી આવી હોટલ્સ, રેસ્ટોરન્ટ અને ક્લબમાં જે તે કંપનીના કાયમી કર્મચારીની હાજરીમાં સેવન કરવા દેવાની જોગવાઈ કરવામાં આવી છે.

એટલે સરકાર જે કંપનીને આની પરમિશન આપે છે અને એ કંપની કોઈ વ્યક્તિને ઓથોરાઈઝ કરે છે એ કંપની કોઈને પરમિશન આપે છે તો એ વ્યક્તિ પણ લિકરનું સેવન કરી શકશે, પણ એના માટે જે તે કંપનીનો કર્મચારી એની જોડે હોય એ ફરજિયાત છે.

ગિફ્ટ સિટીમાં કોને કોને દારૂ પીવાની છૂટ ?

બીજી સૌથી મહત્વની વાત કે ગિફ્ટ સિટી (Gift City)માં અધિકૃત રીતે કામ કરતા કર્મચારીઓ અને અધિકૃત રીતે મુલાકાત લેતા મુલાકાતીઓ હોટલ, ક્લબ, રેસ્ટોરન્ટમાં લીકરનું સેવન કરી શકશે પણ હોટલ, ક્લબ કે રેસ્ટોરન્ટ લીકરની બોટલનું વેચાણ નહીં કરી શકે. એટલે કોઈ પણ હોટલ કે રેસ્ટોરન્ટે બોટલમાં લીકર નહિ વેચી શકે એનું સિમ્પલ લોજિક એ છે જો બોટલમાં લીકર વેચવામાં આવે તો એની તસ્કરીની શક્યતા વધી જાય. ખાલી ગિફ્ટ સિટી (Gift City)માં જ આ છૂટ આપવામાં આવી છે, બાકીના ગુજરાતમાં દારૂબંધી છે. અને એટલે જ દરેક હોટલ, ક્લબ, રેસ્ટોરન્ટે આ નિયમને પાળવો પડશે અને દરેક બોટલનો હિસાબ પણ રાખવો પડશે.

2021 માં જ રાજ્ય સરકારે આ છૂટછાટ નો પ્રસ્તાવ મૂકી દીધો હતો, જેનો એક સિમ્પલ હેતુ હતો કે કોઈ ઇન્ટરનેશનલ કે નેશનલ કંપની જ્યારે ગિફ્ટ સિટી (Gift City)માં આવે એની ઓફિસ ખોલે તો એને ગ્લોબલ ઇકો સિસ્ટમ પ્રોવાઇડ થાય. એટલે ગિફ્ટ સિટી (Gift City)ના જે કર્મચારીઓ છે અને ત્યાં જે મહેમાનો આવે છે એમને એ જ ઇવનિંગ સોશિયલ લાઈફનો અનુભવ મળી રહે એ જ માહોલ મળી રહે કે જે ભારતની અને વિદેશની અન્ય ફીન ટેક હબમાં મળતો હોય છે.

તો આ હેતુથી સરકારે આ નિર્ણય કર્યો છે આશા રાખું છું કે હવે સમજણ પડી ગઈ હશે કે ગિફ્ટ સિટી (Gift City)માં જે છૂટ આપવામાં આવી છે કોને આપવામાં આવી છે અને કેવી રીતે આપવામાં આવી છે.


(ये आर्टिकल में सामान्य जानकारी आपको दी गई है अगर आपको किसी भी उपाय को apply करना है तो कृपया Expert की सलाह अवश्य लें)

Post a Comment

Previous Post Next Post