દુનિયાનો સૌથી મોટો ગ્રીન એનર્જી પાર્ક (Green Energy Park) બનવા જઈ રહ્યો છે આપણા ગુજરાતમાં અને બનાવી રહ્યા છે ગૌતમ અદાણી. એવું કહેવામાં આવે છે કે આ ગ્રીન એનર્જી પાર્ક (Green Energy Park) એ સ્પેસમાંથી પણ સ્પષ્ટ દેખાશે.
ખુદ ગૌતમ અદાણી એ આના ફોટો શેર કર્યા હતા.
આ ગ્રીન એનર્જી પાર્ક (Green Energy Park) વિશે થોડું ડિટેલમાં જાણી લઈએ.
ભારતમાં દુનિયાનો સૌથી મોટો રીન્યુએબલ એનર્જી (Renewable Energy) પ્રોજેક્ટ તૈયાર થઈ રહ્યો છે અને આ બની રહ્યો છે આપણા કચ્છમાં. કચ્છના મોટા રણમાં આ પ્રોજેક્ટ પર કામ ચાલી રહ્યું છે. આ પ્રોજેક્ટ નો મુખ્ય હેતુ છે કે આપણો ભારત દેશે રીન્યુએબલ એનર્જી (Renewable Energy) તરફ શિફ્ટ થઈ શકે અને કોલસા પર ની ડીપેન્ડન્સી ને ઘટાડી શકાય.
રીન્યુએબલ એનર્જી (Renewable Energy)એટલે સોલર એનર્જી અને વિન્ડ એનર્જી એટલે કે સૂર્ય અને પવનથી પેદા થતી ઉર્જા જેના માટે આ પ્રોજેક્ટ આટલો મોટો પ્રોજેક્ટ તૈયાર થઈ રહ્યો છે. જેને નામ આપવામાં આવ્યું છે ખાવડા રીન્યુએબલ એનર્જી પાર્ક (Khavda Renewable Energy Park).
ગૌતમ અદાણી એ પણ એનો ફોટો Twitter પર શેર કરીને જણાવ્યું હતું.
Proud to play a crucial role in India's impressive strides in renewable energy as we build the world's largest green energy park. This monumental project, covering 726 sq km in the challenging Rann desert, is visible even from space. We will generate 30GW to power over 20 million… pic.twitter.com/FMIe8ln7Gn
— Gautam Adani (@gautam_adani) December 7, 2023
આ જે ખાવડા રીન્યુએબલ એનર્જી પાર્ક (Renewable Energy Park) છે એ 726 સ્ક્વેર કિલોમીટર માં ફેલાયેલો છે જેની સરખામણી કરીએ તો લગભગ સિંગાપોર જેટલી સાઈઝ થાય છે. આ પ્રોજેક્ટ થી ૩૦ ગીગાવોટ પાવર જનરેટ થશે જેને સહેલી ભાષામાં સમજીએ તો ખાલી આ પ્રોજેક્ટ થી અંદાજે 20 મિલિયન એટલે કે બે કરોડ ઘરોમાં વીજળી પહોંચાડવામાં આવશે અને ભારતમાં કોલસાની ડિમાન્ડ ઘટશે અને આત્મનિરભરતા વધશે.
હવે સ્વાભાવિક રીતે સવાલ થાય કે આટલો મોટો પ્રોજેક્ટ હોય તો ખર્ચો પણ મોટો થવાનો. તો બિલકુલ આ સાચી વાત છે. ભારત સરકારના અંદાજ પ્રમાણે આની પાછળ અંદાજે 2.26 બિલિયન ડોલર એટલે કે અંદાજે 18845 કરોડનો ખર્ચો થઈ શકે છે. આ પ્રોજેક્ટ પર અંદાજે 4000 વર્કર અને 500 એન્જિનિયર કામ કરી રહ્યા છે.
હવે આ ફોટોસ ને જોવો
આટલી મોટી જગ્યામાં સોલર પેનલ અને પવનચક્કીઓ લગાવવાની છે, જે મળતી માહિતી પ્રમાણે ગુજરાતના જ બનશે.
આ પ્રોજેક્ટ થી અંદાજે 150 કિલોમીટર દૂર મુન્દ્રા પોર્ટ છે, ત્યાં સોલર પેનલ અને પવનચક્કી નો સામાન મેન્યુફેક્ચર કરવામાં આવશે. એટલે આત્મ નિર્ભર ભારત બનવા તરફ આ એક મોટું પગલું સાબિત થઇ શકે છે.
જોકે આને લઈને ઘણા પર્યાવરણ વિદો એનો વિરોધ પણ કરી રહ્યા છે કે આનાથી પર્યાવરણને નુકસાન પણ થઈ શકે છે.
પણ સ્વાભાવિક છેકે આટલો મોટો ગ્રીન એનર્જી પાર્ક (Green Energy Park) એટલે કે રીન્યુએબલ એનર્જી પાર્ક (Renewable Energy Park) ગુજરાતમાં તૈયાર થઈ જાય તો એનાથી ઘણી બધી ઊર્જા પેદા થઈ શકે છે, જેને અલ્ટીમેટલી જેનાથી ભારતને જ ફાયદો થવાનો છે.
આશા રાખીયે છીએ કે તમને અમારો આ આર્ટિકલ જરૂર ગમ્યો હશે.
તમને આ માહિતી પસંદ પડી હોય તો આ માહિતી આગળ જરૂર મોકલજો.
જય હિન્દ
(ये आर्टिकल में सामान्य जानकारी आपको दी गई है अगर आपको किसी भी उपाय को apply करना है तो कृपया Expert की सलाह अवश्य लें) Share
Post a Comment